ચર્ચાબજાર વિશે
ચર્ચાબજાર એ ગુજરાતી ડીગીંગ માટેનું પ્લેટફોર્મ છે જ્યાં તમે તમારી મનગમતી વેબસાઈટ કે બ્લોગને અન્ય વાંચકો સમક્ષ
રજુ કરી શકો છો, અને વાચકો પણ તે વેબસાઈટ અથવા બ્લોગ વિશે પોતાના મંતવ્ય જણાવી શકે છે,
એ પણ વોટીંગ સિસ્ટમ દ્વારા. એક ખાસ વાત, ચર્ચાબજારમાં ભાગ લેવા માટે તેમાં
રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.
ચર્ચાબજારનો ઉપયોગ કેવી રીતે કરશો.
-
ચર્ચાબજારમાં તમારી મનગમતી વેબસાઈટ મુકવા માટે પ્રથમ તો આપ ચર્ચાબજાર
ને ઈન્ટરનેટ બ્રાઉઝરમાં ખોલો, ત્યારબાદ પેજમાં ઉપરની તર ડાબી બાજુ એ Submit a new story પર ક્લીક કરો અને તમારી મનગમતી
વેબસાઈટનું url અહિયાં લખી દો અને તેના વેબસાઈટ વિશે થોડું ટુંકમાં લખી દો અને Submit કરી દો..
બીજી પણ બે રીતે તમે તમારી સાઈટને ચર્ચાબજારમાં સબમીટ કરી શકો છો, અહિયા ક્લીક કરીને આ URL ને બુકમાર્ક બનાવી લો,
અને જ્યારે પણ તમને કોઈ વેબસાઈટ કે બ્લોગ ચર્ચાબજારમાં મુકવો હોય ત્યારે, ફેવરીટ્સ વેબસાઈટમાં જઈને આ બુકમાર્ક પર ક્લીક કરો
એટલે આપો-આપ તમને રજીસ્ટ્રેશન પેજ પર લઈ જવામાં આવશે જ્યાં તમારે ફક્ત SUBMIT બટન પર જ ક્લીક કરવાનું રહેશે.
ત્રીજી રીત એ છે કે જો તમે કાકાસાબ ટુલબાર ડાઉનલોડ કરેલું હશે તો તેમા 'ગુજરાતી વેબ' મેનુ ને બાજુમાં રહેલા આઈકોન
પર ક્લીક કરવાથી એક ડ્રોપ-ડાઉન મેનુ ખુલશે જેમાં "ચર્ચાબજારમાં ઉમેરો" નામનું ટેગ હશે, તેના પર ક્લીક કરવાથી પણ
તમે સબમીશન પેજ પર સહેલાયથી આવી શકશો.
તો ચાલો કરીએ ગુજરાતી ડીગીંગ !!!
- કાકાસાબ