Subscribe Subscribe | Subscribe Comments RSS

lively.jpg
૩D ઓનલાઈન કોમ્યુનીટી Second Life ની સફળતાથી પ્રેરાઈને ગુગલ પણ ૩ડી માર્કેટમાં જંપલાવવાનો વિચાર કરતું હતું, લગભગ એકાદ વર્ષની ચર્ચાઓ-અફવાઓ ને અંતે lively.com ના નામે ગુગલ દ્વારા આ સેવાનો આરંભ થઈ ગયો.

૮મી જુલાઈ ૨૦૦૮ ના રોજ થી રજું થયેલ આ 3D વેબસાઈટ એ ચાટીંગના રસીયાઓ માટે એક મહત્વનું સ્થળ બની જશે, અત્યાર સુધી જેઓ યાહું અને ગુગલમાં સાદી વાતચીત કરતા હતા તે હવે 3D માં અને હરતા-ફરતા વાતો કરી શકશે અને પોતાનું સાઈબર સ્વરૂપ પણ બનાવી શકશે. lively.com નો ઉપયોગ કરવા માટે ગુગલ દ્વારા બનાવેલ એક એપ્લીકેશન આપના કોમ્પ્યુટરમાં એક વખત ઈન્સ્ટાલ કરવી જરૂરી છે. આ એપ્લીકેશન રન કર્યા બાદ આપના જીમેલનાં આઈ-ડી થી લોગીન કરી આ ત્રી-પરીમાણીય સફર માણી શકાશે.

ચાલો શરૂઆત કરીએ ગુજરાતી કોમ્યુનીટીના રૂમથી, ગઈકાલે રાત્રે જ આ રૂમ બનાવવામાં આવેલ હોવાથી અત્યારે તેમાં વધારે સાજ-સજાવટ જોવા નહી મળે, પણ બહુ જ ઝડપથી તેમાં ઘણા સુધારાઓ કરીને રજુ કરવામાં આવશે.

ગુગલ લાઈવ્લી વિશે વધારે માહીતી માટે જુવો :

If you enjoyed this post, make sure you subscribe to my RSS feed!

Email this post Email this post

Bookmark this article! [?]

GoogleRedditTechnoratiDel.icio.usStumbleUponYahooSlashDotFacebookDiggBlinkListsCiteULikeFurlPropellerRawsugarBlogmarksBlinkbitsFeed Me LinksLinkagogoBlogLines

gujarati-gmail-lr.jpg

એક સર્વે પ્રમાણે દુનિયાભરમાં ઈન્ટરનેટનો વપરાશ ૧૦% ના દરે વધે છે જ્યારે ભારતમાં ઈન્ટરનેટનો વૃદ્ધિ દર ૩૩% નોંધાય રહ્યો છે. ગુગલ-ઈન્ડીયા દ્વારા પ્રાદેશીક ભાષાઓની રજુઆત થી નોન-ઈંગ્લીશ વપરાશકર્તાઓ ને ઘણો ફાયદો થયો છે અને ઈન્ટરનેટના વપરાશમાં પણ ખુબ જ મોટા પ્રમાણમાં વધારો જણાય રહ્યો છે. ચાલો જોઈએ ગુગલની વધુ એક પ્રાદેશીક ભાષાકીય સેવા.

આપના જીમેલને હવે આપ આપની માતૃભાષામાં પણ વાંચી શકો તે માટે ખુબ જ મહત્વની તેમજ ઉપયોગી સેવા ગુગલ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલ છે, જીમેલમાં લોગીન કર્યા બાદ ડાબી બાજુએ ઉપરની તરફ રહેલ Settings પર ક્લીક કરવાથી જે પેજ ખુલશે તેમાં languages મેનુમાં ગુજરાતી સીલ્ક્ટ કરી લો અને નીચે રહેલા Save Changes બટન પર ક્લીક કરી દો… આટલું કર્યા બાદ એક વખત લોગ-આઉટ કરીને ફરીથી લોગીન કરો એટલે થઈ ગયુ આપનુ ગુજરાતી જીમેલ તૈયાર !

If you enjoyed this post, make sure you subscribe to my RSS feed!

Email this post Email this post

Bookmark this article! [?]

GoogleRedditTechnoratiDel.icio.usStumbleUponYahooSlashDotFacebookDiggBlinkListsCiteULikeFurlPropellerRawsugarBlogmarksBlinkbitsFeed Me LinksLinkagogoBlogLines

ફ્લેશ ડ્રાઈવ વાપરતા લોકો ઘણી વખત લાઈબ્રેરીમાં કે ઓફીસમાં તપાસ કરતા જોવા મળે છે કે “ભાઈ મારૂ ફ્લેશ ડ્રાઈવ કોઈને મળ્યુ છે, હું સવારે કોમ્પ્યુટરમાંથી કાઢતા ભુલી ગયો હતો” મોટે ભાગે કોલેજના કોમ્પ્યુટર પરથી ડાટાની હેર-ફેર કરતા વિધાર્થીઓ આવા સવાલ કરતા જોવા મળે છે અને ઘણી વખત તેઓ આ રીતે પોતાનું ફ્લેશ ડ્રાઈવ ગુમાવી પણ બેસતા હોય છે.

આવા જ એક વિધાર્થી હતા બ્રાડ ગ્રેકો, જે કહે છે “મને ફ્લેશ ડ્રાઈવ હંમેશા કોમ્પ્યુટરમાં ભુલી જવાની એક બહુ જ ત્રાસદાયક આદત પડી ગઈ હતી, દરવખતે લાઈબ્રેરીમાં જઈને ફ્લેશ ડ્રાઈવ વિશે તપાસ કરવાની આ મારી ખરાબ આદતથી કંટાળ્યો અને નક્કી કર્યુ કે આ સમસ્યાનો કોઈ ઈલાજ કરવો પડશે અને નક્કી કર્યુ કે એક એવો પ્રોગ્રામ લખવો જે મારી આ ભુલકણી આદતને હંમેશા યાદ અપાવ્યા કરે અને મને જણાવ્યા કરે કે તમારી ફ્લેશ ડ્રાઈવ તમારા કોમ્પ્યુટરમાં લગાડેલી છે અને જ્યારે કોમ્પ્યુટર શટ-ડાઉન કરે ત્યારે એક રીમાઈન્ડર આવ્યા કરે” અને જન્મ થયો આ ફ્લેશ ડ્રાઈવ રીમાઈન્ડર સોફ્ટવેરનો.

મિત્રો હવે તો સમજી ગયા જ હશો કે ફ્લેશ ડ્રાઈવ સોફ્ટવેર એ એક એવું સોફ્ટવેર છે જે જ્યારે તમે ફ્લેશ ડ્રાઈવ તમારા કોમ્પ્યુટરમાં ઈન્સર્ટ કરો છો ત્યારે તમને ઓપ્શન આપે છે જેની મદદ વડે તે તમને યાદ અપાવ્યા કરે છે કે તમારૂ ફ્લેશ ડ્રાઈવ હજુ તમારા કોમ્પ્યુટરમાં જ લગાડેલુ છે તેને કાઢવાનું ભુલશો નહી.

તો ચાલો કરીએ ડાઉનલોડ - ફ્લેશ ડ્રાઈવ રીમાઈન્ડર

If you enjoyed this post, make sure you subscribe to my RSS feed!

Email this post Email this post

Bookmark this article! [?]

GoogleRedditTechnoratiDel.icio.usStumbleUponYahooSlashDotFacebookDiggBlinkListsCiteULikeFurlPropellerRawsugarBlogmarksBlinkbitsFeed Me LinksLinkagogoBlogLines

Page 1 of 812345»...Last »